હોમ | માયગવ

Accessibility
ઍક્સેસિબિલિટી ટૂલ્સ
કલર એડજસ્ટમેન્ટ
Text Size
Navigation Adjustment

ગાંધી@150

બનાવેલ : 23/08/2019
ઉપરોક્ત પ્રવૃત્તિઓમાં ભાગ લેવા ક્લિક કરો

મહાત્મા ગાંધીને આપણી વચ્ચેથી વિદાય થયાને સિત્તેર વર્ષ થઈ ગયાં છે. પરંતુ તેમનું જીવન અને આત્મા રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સીમાઓથી પર થઈને માનવતાને સજીવ કરવાનું ચાલુ રાખે છે. માનવ વિકાસમાં તેમનું પ્રદાન એટલું મહાન અને વૈવિધ્યસભર છે કે તેમને ભૂલી જવામાં આવ્યા નથી અથવા અવગણવામાં આવ્યા છે. વિશ્વ આજે તેમને માનવતાની અનુભૂતિ કરતાં પણ વધુ આકર્ષક સામાજિક નવીનતા તરીકે ઓળખે છે.

ભારત સરકારે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની 150મી જન્મજયંતિ ઉજવવાનો નિર્ણય કર્યો છે, જેથી તેમના સંદેશનો પ્રચાર-પ્રસાર કરી શકાય. આ ઉદ્દેશ માટે ભારતનાં માનનીય રાષ્ટ્રપતિની અધ્યક્ષતામાં એક રાષ્ટ્રીય સમિતિ (એનસી)ની રચના કરવામાં આવી છે. આ સમિતિમાં આદરણીય ઉપરાષ્ટ્રપતિ, આદરણીય પ્રધાનમંત્રી, દેશનાં તમામ રાજ્યોનાં મુખ્યમંત્રીઓ, વિવિધ રાજકીય ક્ષેત્રોનાં પ્રતિનિધિઓ, ગાંધીવાદીઓ, વિચારકો અને જીવનનાં તમામ ક્ષેત્રોનાં પ્રસિદ્ધ વ્યક્તિઓ સામેલ છે.