હોમ | માયગવ

Accessibility
ઍક્સેસિબિલિટી ટૂલ્સ
કલર એડજસ્ટમેન્ટ
Text Size
Navigation Adjustment

માયગવ - FAQ/વારંવાર પૂછાતા પ્રશ્નો

માયગવ શું છે

માયગવ એ ભારતના વિકાસ અને વૃદ્ધિ માટે ટેકનોલોજીની મદદથી નાગરિકો અને સરકાર વચ્ચે ભાગીદારીનું નિર્માણ કરવા માટેનું એક નવીન પ્લેટફોર્મ છે. આ પ્લેટફોર્મ મારફતે સરકારનો ઉદ્દેશ સુશાસનની દિશામાં નાગરિકોની ભાગીદારીને પ્રોત્સાહન આપવાનો છે, જેમાં તેમના વિચારો, સૂચનો અને પાયાના સ્તર પર યોગદાનનો સમાવેશ થાય છે. રાષ્ટ્ર નિર્માણની આ અનોખી પહેલમાં નાગરિકો ભાગ લઈ શકે છે. આ દેશના ઇતિહાસમાં પ્રથમ વખત ભારતભરના નાગરિકો સાથે મળીને વિવિધ નીતિઓ, કાર્યક્રમો, યોજનાઓ વગેરે સાથે સંબંધિત ક્ષેત્રોમાં પોતાના નિષ્ણાત વિચાર, મંતવ્ય અને સૂચનો સરકારને આપશે. માયગવ નો ઉદ્દેશ નાગરિકોને સરકારની સાથે સાથે કામ કરવા માટે સશક્ત બનાવવાનો છે.

હું માયગવ માં કેવી રીતે જોડાઈ શકું

ભાગ લેવા માટે https://www.mygov.in પર નોંધણી કરો. તમારી પાસે વ્યક્તિગત માહિતી જેવી કે નામ, ઇમેઇલ આઇડી વગેરે માટે પૂછવામાં આવશે. તમારી પાસે કયા પ્રકારનું કૌશલ્ય છે અને કયા મુદ્દાઓ પર તમે ઇનપુટ્સ પ્રદાન કરવાનું પસંદ કરી શકો છો તેનો ઉલ્લેખ કરવાની પણ જરૂર પડશે.

મહેરબાની કરીને નોંધ કરો કે માયગવ આ સાઇટ પર સ્વૈચ્છિક રીતે આપેલી ઓળખ માહિતી કોઈપણ થર્ડ પાર્ટી (જાહેર/ખાનગી) સાથે શેર કરતી નથી. આ વેબસાઇટને પૂરી પાડવામાં આવેલી કોઈપણ માહિતી નુકસાન, દુરુપયોગ, અનધિકૃત ઍક્સેસ, ખુલાસા, ફેરફાર, અથવા વિનાશથી સુરક્ષિત રહેશે.

સરકારી કર્મચારી માટે

જો તમે સરકારી કર્મચારી છો જેની પાસે @gov.in અથવા @nic.in ઇમેઇલ આઈડી છે, તો તમે અન્ય કોઈ માહિતી આપ્યા વગર લૉગ ઇન કરવા માટે આ ક્રેડેંશિયલ્સનો ઉપયોગ કરી શકો છો.

જાહેર જનતા માટે

મોટાભાગના લોકો માટે, માયગવ પર નોંધણી અને સાઇન અપ તમારા માન્ય ઇમેઇલ ID અને તમારા 10-અંકના મોબાઇલ નંબર દ્વારા કરી શકાય છે. લોગ ઇન કરતી વખતે, ક્યાં તો નોંધાયેલ મોબાઇલ નંબર અથવા ઇમેઇલ IDનો ઉપયોગ કરી શકાય છે. દર વખતે જ્યારે તમે તમારો મોબાઇલ નંબર અથવા ઇમેઇલ ID દાખલ કરો છો, ત્યારે એક વન ટાઇમ પાસવર્ડ (OTP) તમારા ઇમેઇલ તેમજ માયગવ સાથે નોંધાયેલા મોબાઇલ નંબર પર મોકલવામાં આવશે. લોગ ઇન કરવા માટે તમારે કોઈ પાસવર્ડ યાદ રાખવાની જરૂર નથી. વૈકલ્પિક રીતે, તમે તમારા ઇમેઇલ ID અને પાસવર્ડનો ઉપયોગ કરીને સાઇન-ઇન કરી શકો છો કારણકે તમે માયગવ સાથે મેન્ટેન છો.

સહભાગિતા માટેની પદ્ધતિઓ કઈ છે?

આ પ્લેટફોર્મમાં વિવિધ કેન્દ્રિત સમૂહોનો સમાવેશ થાય છે જ્યાં નાગરિકો વિવિધ કાર્યો (ઓનલાઇન અને ઓન ગ્રાઉન્ડ બંને) કરી શકે છે તેમજ વિવિધ કાર્યો, ચર્ચાઓ, જનમત, વાતચીત અને ચોક્કસ સમૂહ સાથે સંબંધિત બ્લોગ્સ દ્વારા તેમની જાણકારી શેર કરી શકે છે.

સમૂહો: સરકાર સાથે મળીને કામ કરો!

જાહેર અને રાષ્ટ્રીય મહત્વ પરના વિષયોમાંથી એક વિષય પસંદ કરો કે જેના પર સરકાર અને તેની સંબંધિત એજન્સી તમારા વિચાર જાણવા માંગે છે. પોતાને આ સમૂહોનો ભાગ બનાવો અને આ મુદ્દાઓ પર તમારા મૂલ્યવાન વિચારો અને દરખાસ્ત વ્યક્ત કરો. સરકાર પોર્ટલ પર સમૂહના વિષયો તરીકે ઉલ્લેખિત મુદ્દાઓને ઉકેલવામાં તમારી સક્રિય ભાગીદારી અને સહભાગિતાની માંગ કરશે. એક નાગરિક એક ચોક્કસ સમયે માત્ર 4 સમૂહમાં ભાગ લઇ શકે છે.

ચર્ચા: સ્વયંની અભિવ્યક્તિ/તમારા વિચાર

માયગવ પર થીમ આધારિત ચર્ચાઓ પર તમારી મૂલ્યવાન દ્રષ્ટિકોણ અને મંતવ્યો વ્યક્ત કરો. તે તમારા મંતવ્યોની કદર કરે છે અને સરકાર તેની નીતિવિષયક પહેલોમાં સુધારો કરવા માટે તમારી પાસેથી જાણવા માટે આતુર છે. તેથી, સ્વયંને ચર્ચાઓમાં સામેલ કરો અને નીતિ નિરૂપણમાં સક્રિયપણે ફાળો આપો.

કાર્ય: રાષ્ટ્ર નિર્માણ માટે તમારો સમય સમર્પિત કરો!

શાસન પ્રક્રિયામાં સક્રિય સ્ટેકહોલ્ડર બનો. માત્ર તેના ફોર્મ્યુલેશન ભાગમાં જ નહીં, પણ અમલીકરણમાં પણ. સરકાર માયગવ પોર્ટલ દ્વારા તમને તેના નીતિ અમલીકરણ અભિયાનમાં જૂથ આધારિત અને વ્યક્તિગત કાર્યો જે આ ટાસ્ક પર નિર્ધારિત છે તેના દ્વારા સરકાર સાથે ભાગીદારીની તક પૂરી પાડે છે. ટાસ્ક કરો અને તમારી વ્યક્તિગત ક્રિયા દ્વારા સરકારને તેના નીતિ લક્ષ્યો અને અમલીકરણને આગળ વધારવામાં મદદ કરો.

ટાસ્ક સફળતાપૂર્વક પૂર્ણ થવાથી નાગરિકો ક્રેડિટ પોઇન્ટ કમાશે અને ભારતના માનનીય પ્રધાનમંત્રી સાથે તેમના વિચારો શેર કરવાની તક મળશે.

બ્લોગ: અપડેટેડ રહો અને માયગવ ની મહત્વપૂર્ણ પહેલોને ચુકો નહીં

માયગવ બ્લોગ આ પોર્ટલનું એક મહત્વનું લક્ષણ છે જે તમને માયગવ પોર્ટલમાં સરકારની પહેલ અને પ્રવૃત્તિઓ સાથે અપડેટ રહેવા માટે મદદ કરે છે. તે તમને હાથમાં બર્નિંગ મુદ્દાઓનો સારો વિચાર પૂરો પાડે છે જે તમને આ પોર્ટલ દ્વારા તમારી એન્ગેજમેન્ટને ચાર્ટ અને પ્રાધાન્ય આપવામાં મદદ કરે છે.

વાતચીત: કનેક્ટેડ રહો!

માયગવ પોર્ટલ તમને લાઇવ ચેટ દ્વારા સરકારી પ્રતિનિધિઓ સાથે જોડાવા અને તેમની સાથે સંલગ્ન થવાની તક પણ આપે છે. આ એક અનોખું પ્લેટફોર્મ છે જે તમને વાસ્તવિક સમયે વિચારો અને મંતવ્યોનું આદાન-પ્રદાન કરવામાં મદદ કરે છે. સાથે જ તે સરકારી સંસ્થાઓને નાગરિકોને શિક્ષિત કરવા અને તેમની પહેલને આગળ વધારવા માટે સીધી લિંક પણ પ્રદાન કરે છે.

જનમત: તમે શું વિચારો છો તે અમને જણાવો!

માયગવ જનમત નાગરિકોને ઓનલાઇન પોલ દ્વારા ચોક્કસ નીતિ વિષયક મુદ્દાઓ પર પોતાનો મત આપવાનો અધિકાર આપે છે, જેથી સરકારને તેની નીતિ વિષયક પહેલોની અસરકારકતા અને આવકાર વિશે માહિતી મળી શકે. તે સરકારને જનતાના અભિપ્રાયને ધ્યાનમાં રાખીને નિર્ણય લેવામાં પણ મદદ કરે છે. આ એક અસરકારક સાધન છે, જે નાગરિકોને નિર્ણય લેવાની પ્રક્રિયામાં સીધું યોગદાન આપવા સક્ષમ બનાવે છે.

મારે શા માટે સહભાગિ થવું જોઈએ?

નાગરિકોની સહભાગિતા દ્વારા સહભાગી શાસન માટે માયગવ એક અનોખું પ્લેટફોર્મ છે. માયગવ માં નોંધણી કરીને, ચર્ચા દ્વારા જાહેર મહત્વનાં મુદ્દાઓ પર તમને તમારા મંતવ્યો અને વિચારો શેર કરવાની તક મળે છે અને જાહેર ચિંતાના મુદ્દાઓને ઉકેલવા માટે આ પોર્ટલ પર નિર્ધારિત કાર્યો દ્વારા શાસનની પહેલમાં સીધો ભાગ લેવાની તક મળે છે. સૌથી મહત્વની બાબત એ છે કે, માયગવ તમને જાહેર હિતની દિશામાં વિવિધ પહેલોમાં ભાગ લેવા માટે સક્ષમ બનાવે છે અને તમને સરકારની નીતિગત પહેલો પર પોતાનો અભિપ્રાય વ્યક્ત કરવા દે છે. માયગવ તમને પરિવર્તનના કારક બનાવે છે અને રાષ્ટ્ર નિર્માણની યાત્રામાં, 'સુરાજ્ય'ની પ્રાપ્તિમાં યોગદાન આપવાની સોનેરી તક આપે છે.

સહભાગિતાના ક્યા ક્યા લાભ છે?

ચર્ચાઓ પર મંતવ્યો પોસ્ટ કરીને, તમે જે સ્વૈચ્છિક કાર્યો હાથ ધર્યા છે તે પૂર્ણ કરીને, અને સોશિયલ મીડિયા પર વિચારો અને મંતવ્યો શેર કરીને ક્રેડિટ પોઇન્ટ્સ મેળવો. માયગવ તેની વિવિધ સુવિધાઓ અને પહેલો દ્વારા તમને સરકાર સાથે નિયમિત ધોરણે જોડાવા અને નીતિ નિર્માણ અને સંચાલનમાં યોગદાન આપવા માટે રેડીમેડ ઇન્ટરફેસ પ્રદાન કરે છે. ક્રેડિટ પોઇન્ટ પર આધારિત પ્રોત્સાહનની જાહેરાત ભવિષ્યમાં કરવામાં આવશે. સમયાંતરે, પસંદગીના સ્વયંસેવકો/પ્રાપ્તકર્તાને સીધા જ મંત્રીઓ અને/અથવા ભારતના માનનીય પ્રધાનમંત્રીને મળી શકે છે અને તેમના મંતવ્યો રજૂ કરી શકે છે.

વધુમાં, માયગવ તમને રાષ્ટ્ર નિર્માણમાં મદદ કરવાની તક આપે છે, જેથી તમે સહભાગી શાસનનો અભિન્ન ભાગ બની શકો.

હું એક અયોગ્ય પોસ્ટની જાણ કેવી રીતે કરી શકું?

જો તમને કોઈ ચોક્કસ પોસ્ટ અથવા કન્ટેન્ટ અયોગ્ય અથવા પ્રકૃતિમાં અયોગ્ય લાગે તો તમે ચોક્કસ કમેન્ટની જાણ સ્પામ બટન પર ક્લિક કરીને કરી શકો છો જે દરેક ચર્ચા અથવા ટાસ્ક પોસ્ટ સાથે જોડાયેલ છે. એકવાર રિપોર્ટ કર્યા પછી, ચોક્કસ પોસ્ટને વેબસાઇટમાંથી દૂર કરવામાં આવશે જો પાંચ માયગવ યુઝર્સ આ પોસ્ટને તેની અયોગ્ય કન્ટેન્ટ માટે રિપોર્ટ કરે છે.

હું અભિપ્રાયો/ફીડબેક કેવી રીતે મોકલી શકું

માયગવ પ્લેટફોર્મના સંદર્ભમાં કન્ટેન્ટ, ડિઝાઇન, સેવા અથવા ટેકનોલોજીકલ મુદ્દાઓ સાથે સંબંધિત સામાન્ય પ્રકૃતિની કોઈ પણ ક્વેરી આ કસ્ટમાઇઝ્ડ ફીડબેક ઇન્ટરફેસ દ્વારા મોકલી શકાય છે.

રજીસ્ટ્રેશન/નોંધણી અથવા લોગઇન સંબંધિત સમસ્યાઓનો સામનો કરો છો?

જો તમને રજીસ્ટ્રેશન કે લોગઈન પ્રક્રિયામાં કોઈ સમસ્યા આવી રહી હોય તો આ ફોર્મ દ્વારા અમારો સંપર્ક કરો. તમને માયગવ મારફતે બ્રાઉઝિંગ અને/અથવા ભાગ લેતી વખતે તમને જે સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે તે ઉકેલવામાં મદદ કરવા માટે તમારો સંપર્ક કરીને વધુ ખુશ થઈશું, કારણકે અમે માયગવમાં તમારી સહભાગિતાને મૂલ્યવાન ગણીએ છીએ.

પ્લેટફોર્મ પર તમારા સૂચનો નથી મળી રહ્યા?

અમારી સાથે સંપર્ક કરવા માટે અચકાશો નહીં, અમે તમારી સમસ્યાને વહેલી તકે ઉકેલીશું કારણકે અમે માયગવ પ્લેટફોર્મમાં તમારી સહભાગિતા મૂલ્યવાન ગણીએ છીએ.

ટાસ્ક ફીડબેક/કાર્યનો પ્રતિભાવ

જો તમે જે કાર્યને સ્વીકાર્યું છે તેના સંબંધમાં સમસ્યાઓનો સામનો કરી રહ્યા છો, તો કૃપા કરીને ફીડબેક ફોર્મ દ્વારા અમારો સંપર્ક કરો. અમને તમારો સંપર્ક કરવામાં ખુશી થશે. જો તમારી પાસે કાર્યો વિશે એવા સૂચનો છે જે શામેલ કરી શકાય છે અથવા હાલના કાર્યના સંબંધમાં અમને આંતરદૃષ્ટિ આપે છે, તો કૃપા કરીને આ ફીડબેક ફોર્મ દ્વારા અમારો સંપર્ક કરો.

ચર્ચાઓના પ્રતિભાવ/ફીડબેક

ડિસ્કશન થ્રેડ અંગે અમને પ્રતિભાવ આપવા માટે અથવા ડિસ્કશન મોડમાં તમને જે સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે તેની જાણ કૃપા કરીને અમને આ ફીડબેક ફોર્મ દ્વારા આપો.

અન્ય કોઇ સમસ્યા

ઉપર જણાવેલી કૅટેગરી સિવાય જો સાઇટમાં અન્ય કોઈ સમસ્યાનો સામનો કરી રહ્યા હો, તો કૃપા કરીને અમને સંપર્ક કરતા અચકાશો નહીં. તમને જે સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે તેના અંગે સંક્ષિપ્ત વર્ણન સાથે જણાવો. અમને તમારો સંપર્ક કરીને ખુશી થશે.

જો તમે માયગવ સાથે સંબંધિત ન હોય અને માયગવ સિવાય અન્ય કોઈ મંત્રાલય/વિભાગ/સરકારી સંસ્થા સાથે સંબંધિત કોઈ ચોક્કસ કન્ટેન્ટ અંગે તમારી પ્રતિક્રિયા અથવા ક્વેરી સબમિટ કરવા માંગો છો, કૃપા કરીને સંબંધિત મંત્રાલય/વિભાગ/સરકારી સંસ્થાનો સીધો સંપર્ક કરો અથવા તેમની સંબંધિત વેબસાઇટ પર જાઓ. માયગવ આ પ્રકારના પ્રશ્નો/મુદ્દા અંગે જવાબ આપશે નહીં.