હોમ | માયગવ

Accessibility
ઍક્સેસિબિલિટી ટૂલ્સ
કલર એડજસ્ટમેન્ટ
Text Size
Navigation Adjustment

જૈવ પ્રૌદ્યોગિકી/બાયોટેકનોલોજી વિભાગ

બનાવેલ : 14/07/2017
ઉપરોક્ત પ્રવૃત્તિઓમાં ભાગ લેવા ક્લિક કરો

વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય હેઠળના બાયોટેકનોલોજી વિભાગ (DBT)એ છેલ્લાં 30 વર્ષોમાં આધુનિક જીવવિજ્ઞાન અને બાયોટેકનોલોજીના વિકાસને નવો વેગ આપ્યો છે. વિભાગે નવજાત ક્ષેત્રથી વિકસિત ઉદ્યોગ સુધીની સફરને સરળ બનાવવા માટે સતત સહકાર પૂરો પાડ્યો છે. કૃષિ, આરોગ્યસંભાળ, પશુ વિજ્ઞાન, પર્યાવરણ અને ઉદ્યોગના ક્ષેત્રોમાં બાયોટેકનોલોજીના વિકાસ અને ઉપયોગમાં નોંધપાત્ર સિદ્ધિઓ મળી છે. આજે ભારત વિશ્વના ટોચના 12 બાયોટેક ડેસ્ટીનેશન્સમાં સામેલ છે અને એશિયા પેસિફિક ક્ષેત્રમાં ત્રીજા ક્રમે છે. અમેરિકા પછી ભારત બીજા નંબરે સૌથી વધુ US ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન (USFDA) દ્વારા મંજૂર પ્લાન્ટ ધરાવે છે અને તે રિકોમ્બિનન્ટ હિપેટાઇટિસ B રસીનું સૌથી મોટું ઉત્પાદક છે.

DBTનું વિઝન અને વ્યૂહરચના "બાયોટેકનોલોજી સંશોધનમાં નવી ઊંચાઈઓ હાંસલ કરી, સંપત્તિનું સર્જન અને ખાસ કરીને ગરીબોના કલ્યાણ માટે સામાજિક ન્યાય સુનિશ્ચિત કરવા માટે બાયોટેકનોલોજીને ભવિષ્યના શ્રેષ્ઠ સાધન તરીકે આકાર આપી રહી છે.

વધુ માહિતી માટે, કૃપા કરીને મુલાકાત લો https://dbtindia.gov.in/

માયગવ પર DBT લોકોને વિભાગ સાથે જોડાવા અને બાયોટેકનોલોજી સાથે સંબંધિત વિવિધ મુદ્દાઓમાં યોગદાન આપવા માટે સશક્ત બનાવે છે.