હોમ | માયગવ

Accessibility
ઍક્સેસિબિલિટી ટૂલ્સ
કલર એડજસ્ટમેન્ટ
Text Size
Navigation Adjustment

ડિજિટલ ઇન્ડિયા

બનાવેલ : 22/07/2014
ઉપરોક્ત પ્રવૃત્તિઓમાં ભાગ લેવો ક્લિક કરો

ડિજિટલ ટેકનીકો કે જેમાં ક્લાઉડ કમ્પ્યુટિંગ અને મોબાઇલ ઍપ્લિકેશનો શામેલ છે તે વિશ્વભરમાં ઝડપી આર્થિક વિકાસ અને નાગરિક સશક્તિકરણ માટે ઉત્પ્રેરક તરીકે ઉભરી આવી છે. રિટેલ સ્ટોર્સથી લઈને સરકારી કચેરીઓ સુધીના રોજિંદા જીવનમાં ડિજિટલ ટેકનીકોનો ઉપયોગ આપણા મારફતે વધુને વધુ કરવામાં આવી રહ્યો છે. તેઓ આપણને એકબીજા સાથે જોડાવામાં અને આપણા દ્વારા સામનો કરવામાં આવતા સમસ્યાઓ અને ચિંતાઓ પરની માહિતી શેર કરવામાં પણ મદદ કરે છે. કેટલાક કિસ્સાઓમાં તેઓ નજીકના વાસ્તવિક સમયમાં તે સમસ્યાઓના નિરાકરણને પણ સક્ષમ કરે છે.

ડિજિટલ ઇન્ડિયા ગ્રૂપનો ઉદ્દેશ આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ડિજિટલ ઇન્ડિયાનાં વિઝનને સાકાર કરવા નવીન વિચારો અને વ્યવહારિક સમાધાનો સાથે બહાર આવવાનો છે. પ્રધાનમંત્રી મોદી ડિજિટલ ટેકનીકોનો ઉપયોગ કરીને આપણા રાષ્ટ્રની કાયાપલટ કરવા અને તમામ નાગરિકો માટે તકો ઉભી કરવાની કલ્પના કરે છે. તેમનો દ્રષ્ટિકોણ દરેક નાગરિકને ડિજિટલ સેવાઓ, જ્ઞાન અને માહિતીની સુલભતા સાથે સશક્ત બનાવવાનો છે. ડિજિટલ ઇન્ડિયાના આ વિઝનને સાકાર કરવા માટે આ ગ્રૂપ દુનિયાભરની નીતિઓ અને શ્રેષ્ઠ પદ્ધતિઓ લઈને આવશે.