હોમ | માયગવ

Accessibility
ઍક્સેસિબિલિટી ટૂલ્સ
કલર એડજસ્ટમેન્ટ
Text Size
Navigation Adjustment

ODOP વોલ ગ્રાન્ડ ચેલેન્જ

 ODOP વોલ ગ્રાન્ડ ચેલેન્જ
પ્રારંભ તારીખ:
Apr 24, 2023
અંતિમ તારીખ:
May 10, 2023
23:45 PM IST (GMT +5.30 Hrs)
View Result Submission Closed

વન ડિસ્ટ્રિક્ટ વન પ્રોડક્ટ (ODOP)નો ઉદ્દેશ ભારતનાં માનનીય પ્રધાનમંત્રીનાં તમામ જિલ્લાઓમાં સંતુલિત પ્રાદેશિક વિકાસને પ્રોત્સાહન આપવાનાં વિઝનને સાકાર કરવાનો છે.

વન ડિસ્ટ્રિક્ટ વન પ્રોડક્ટ (ODOP)નો ઉદ્દેશ ભારતનાં માનનીય પ્રધાનમંત્રીનાં દેશનાં તમામ જિલ્લાઓમાં સંતુલિત પ્રાદેશિક વિકાસને પ્રોત્સાહન આપવાનાં વિઝનને સાકાર કરવાનો છે તથા તમામ વિસ્તારોમાં સંપૂર્ણ સામાજિક-આર્થિક વૃદ્ધિને સક્ષમ બનાવવા માટે દેશનાં દરેક જિલ્લામાંથી (વન ડિસ્ટ્રિક્ટ વન પ્રોડક્ટ) એક ઉત્પાદનની પસંદગી, બ્રાન્ડ અને પ્રોત્સાહન આપવાનો છે.

ડિપાર્ટમેન્ટ ફોર પ્રમોશન ઑફ ઇન્ડસ્ટ્રી એન્ડ ઇન્ટરનલ ટ્રેડ (ડીપીઆઇઆઇટી)એ માયગવ સાથે જોડાણ કરીને ઓડીઓપી વોલ ગ્રાન્ડ ચેલેન્જનું આયોજન કરવાની યોજના બનાવી છે, જે ભારતની વિશિષ્ટ કળાઓ/ઉત્પાદનો અને તેની વિવિધતાને વિશ્વ સમક્ષ રજૂ કરશે, મેક ઇન ઇન્ડિયા અને આત્મનિર્ભરભારતને પ્રોત્સાહન આપશે. અમે નવા ભારતની થીમ પર ODOP દિવાલ માટે નિર્ધારિત જગ્યાની રૂપરેખા તૈયાર કરવા માટે વ્યક્તિઓ, સ્ટાર્ટઅપ્સ અને અન્ય સાહસો પાસેથી નવીન વિચારોને આમંત્રિત કરવા ઇચ્છીએ છીએ.

ન્યુ ઇન્ડિયા એ આધુનિક, વિકસિત અને સમૃદ્ધ ભારતના દ્રષ્ટિકોણને વર્ણવવા માટેનો એક શબ્દ છે, જેનો હેતુ વિવિધ સાંસ્કૃતિક વારસાને ઉજાગર કરવાનો અને હમારી સંસ્કૃતિ, હમારી વિરાસતના વિચારને વૈશ્વિક સમુદાય સુધી પહોંચાડવાનો છે.

ટેકનિકલ પરિમાણો;
1.) બધા સહભાગીઓએ તેમની ડિઝાઇન સબમિટ કરતી વખતે થીમને ધ્યાનમાં રાખવાની છે.
2) સર્વસમાવેશકતાના વિચારને ધ્યાનમાં રાખીને, સહભાગીઓએ તેમની ડિઝાઇનમાં ODOP-ઓળખાયેલા ઉત્પાદનોનો સમાવેશ કરવો પડશે. ODOP ઉત્પાદન યાદી અહી ઍક્સેસ કરી કરો.
3) દિવાલની લાક્ષણિકતાઓ નીચે મુજબ છે:
ઊંચાઈ - 12 ફૂટ
પહોળાઈ - 10 ફુટ 11 ઇંચ

પુરસ્કાર
• The Selected Design will be rewarded with a Cash Prize of ₹ 2,00,000/-
પસંદ કરેલી ડિઝાઇનનો ઉપયોગ વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયનાં વાણિજ્ય ભવનમાં થશે.

અહીં ક્લિક કરો નિયમો અને શરતો વાંચવા માટે (PDF: 98 KB)

આ ટાસ્ક હેઠળ સબમીશન
193
કુલ
0
મંજૂર
193
સમીક્ષા હેઠળ
Reset