હોમ | માયગવ

Accessibility
ઍક્સેસિબિલિટી ટૂલ્સ
કલર એડજસ્ટમેન્ટ
Text Size
Navigation Adjustment

NULP નામ બદલવાની ચેલેન્જ- તમારું શહેરીકરણ માટેનું શાણપણ, અમારું નવું નામ

NULP નામ બદલવાની ચેલેન્જ- તમારું શહેરીકરણ માટેનું શાણપણ, અમારું નવું નામ
પ્રારંભ તારીખ :
Oct 31, 2023
છેલ્લી તારીખ:
Nov 30, 2023
23:45 PM IST (GMT +5.30 Hrs)
View Result Submission Closed

હાઉસિંગ અને શહેરી બાબતોના મંત્રાલય (MoHUA)એ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ અર્બન અફેર્સ (NIUA) સાથે જોડાણમાં નેશનલ અર્બન લર્નિંગ પ્લેટફોર્મ (NULP) શરૂ કર્યું છે.

હાઉસિંગ અને શહેરી બાબતોના મંત્રાલયે (MoHUA) નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ અર્બન અફેર્સ (NIUA) સાથે જોડાણમાં વર્ષ 2020માં નેશનલ અર્બન લર્નિંગ પ્લેટફોર્મ (NULP) શરૂ કર્યું છે. NULP શહેરી પ્રેક્ટિશનર્સ માટે એક પ્લેટફોર્મ છે, જે ડિજિટલ મીડિયા મારફતે ક્ષમતા નિર્માણને પ્રોત્સાહન આપે છે, વર્તમાન અને ઉભરતી શહેરી જરૂરિયાતો પર અનુભવોનું આદાનપ્રદાન કરે છે તથા સહયોગી શિક્ષણની સ્થાયી સંસ્કૃતિને પ્રોત્સાહન આપે છે. આ વિચાર એક મજબૂત સમુદાયનું નિર્માણ કરવાનો છે, જે અસરકારક શિક્ષણ, કૌશલ્ય સંવર્ધન અને જ્ઞાન સહ-સર્જન પર ધ્યાન કેન્દ્રિત કરે છે.

નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ અર્બન અફેર્સ (NIUA) શહેરી શિક્ષણને ફરીથી વ્યાખ્યાયિત કરવાની દિશામાં આગળ વધી રહી છે. અમે ક્ષમતા નિર્માણની અમારી મુખ્ય પહેલ, નેશનલ અર્બન લર્નિંગ પ્લેટફોર્મ (NULP) માટે નવી ઓળખ શોધી રહ્યા છીએ, અને અમે ઇચ્છીએ છીએ કે તમે આ પરિવર્તનનો ભાગ બનો! "NULP નામ બદલવાની ચેલેન્જ" માં જોડાઓ અને એક વિશિષ્ટ નામનો પ્રસ્તાવ મૂકો જે ભારતમાં શહેરી જ્ઞાન અને શિક્ષણની ભાવનાને સમાવી લે છે.

પરિમાણો
તમારું સૂચિત નામ કોઈપણ ભાષામાં હોઈ શકે છે.
તે મૂળ હોવું જોઈએ અને કોઈપણ ટ્રેડમાર્ક્સ અથવા કોપિરાઇટ્સનું ઉલ્લંઘન ન કરવું જોઈએ.
આ નામ શહેરી શિક્ષણ અને ક્ષમતા-નિર્માણના સારને પ્રતિબિંબિત કરતું હોવું જોઈએ.

વિજેતા એન્ટ્રીને રૂ. 10,000 નું રોકડ ઇનામ આપવામાં આવશે.
આ ઉપરાંત વિજેતાને નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ અર્બન અફેર્સ (NIUA)ના સર્ટિફિકેટથી સન્માનિત કરવામાં આવશે.

કૃપા કરીને નોંધ લેશો કે અંતિમ પરિણામો NIUA દ્વારા જાહેર કરવામાં આવશે, અને અંતિમ નિર્ણયને અંતિમ અને વિવાદ રહિત ગણવામાં આવશે.

અહીં ક્લિક કરો નિયમો અને શરતો માટે.

આ ટાસ્ક હેઠળ સબમીશન
1012
કુલ
0
મંજૂર
1012
સમીક્ષા હેઠળ