હોમ | માયગવ

Accessibility
ઍક્સેસિબિલિટી ટૂલ્સ
કલર એડજસ્ટમેન્ટ
Text Size
Navigation Adjustment

પશુપાલન અને ડેરી વિભાગ માટે માસ્કોટ ડિઝાઇન સ્પર્ધા

પશુપાલન અને ડેરી વિભાગ માટે માસ્કોટ ડિઝાઇન સ્પર્ધા
પ્રારંભ તારીખ :
Aug 01, 2023
છેલ્લી તારીખ:
Sep 15, 2023
23:45 PM IST (GMT +5.30 Hrs)
Submission Closed

મત્સ્યોદ્યોગ અને પશુપાલન અને ડેરી મંત્રાલય હેઠળ કાર્યરત પશુપાલન અને ડેરી વિભાગ

મત્સ્યપાલન અને પશુપાલન અને ડેરી મંત્રાલય હેઠળ ભારત સરકારનાં પશુપાલન અને ડેરી વિભાગ પશુધનનાં ઉત્પાદન, જાળવણી, રોગો સામે રક્ષણ અને સ્ટોકમાં સુધારો તથા ડેરી વિકાસ સાથે સંબંધિત બાબતો માટે તથા દિલ્હી દૂધ યોજના (DMS) અને રાષ્ટ્રીય ડેરી વિકાસ બોર્ડ (NDDB) સાથે સંબંધિત બાબતો માટે પણ જવાબદાર છે. આ વિભાગ રાજ્ય સરકારો/કેન્દ્રશાસિત પ્રદેશોને પશુપાલન અને ડેરી વિકાસમાં નીતિઓ અને કાર્યક્રમો ઘડવાની સલાહ આપે છે.

મુખ્ય મહત્વના ક્ષેત્રો છે:
પ્રાણીઓની ઉત્પાદકતા વધારવા માટે રાજ્યો/UTsમાં જરૂરી માળખાગત સુવિધાઓનો વિકાસ
આરોગ્ય સંભાળની જોગવાઈ દ્વારા પશુધનની જાળવણી અને સુરક્ષા.
રાજ્યોમાં વિતરણ માટે શ્રેષ્ઠ જર્મપ્લાઝમ/જનીનીક સામગ્રીના વિકાસ ના હેતુથી કેન્દ્રીય પશુધન (પશુ, ઘેટાં અને મરઘાં) ને પોષિત કરવા.

મત્સ્યોદ્યોગ અને પશુપાલન અને ડેરી મંત્રાલય હેઠળ ભારત સરકારના પશુપાલન અને ડેરી વિભાગ દ્વારા માયગવના સહયોગથી માસ્કોટ ડિઝાઇન પ્રતિયોગિતાનું આયોજન કરવામાં આવ્યું છે.

પશુપાલન અને ડેરી વિભાગનો હેતુ પશુપાલન સાથે સંકળાયેલા પરંપરાગત મૂલ્યો સાથે જોડાણ અને પશુપાલન અને ડેરી ક્ષેત્રના ખેડૂતો અને હિતધારકો વચ્ચે એકતા અને ગૌરવની ભાવનાને પ્રોત્સાહન આપવાનો છે. તેમાં એક મહિલાનું નામ પણ રજૂ કરવું જોઈએ જે પશુપાલન અને ડેરીમાં મહિલાઓની ભાગીદારી બે તૃતીયાંશ દર્શાવે છે.

વિભાગ દ્વારા પ્રસ્તાવિત માસ્કોટનું નામ ગૌરી છે.

પુરસ્કારો અને ઓળખ

વિજેતાને પુરસ્કાર તરીકે પશુપાલન વિભાગ દ્વારા રૂ. 25,000/-નું ઈનામ મેરિટ સર્ટીફીકેટ સાથે આપવામાં આવશે.

અહીં ક્લિક કરો નિયમો અને શરતો વાંચવા માટે (PDF 95.36 KB)

આ ટાસ્ક હેઠળ સબમીશન
661
કુલ
0
મંજૂર
661
સમીક્ષા હેઠળ
Reset