હોમ | માયગવ

Accessibility
ઍક્સેસિબિલિટી ટૂલ્સ
કલર એડજસ્ટમેન્ટ
Text Size
Navigation Adjustment

સક્ષમ

બેનર

સક્ષમ વિશે

સક્ષમ

પેટ્રોલિયમ અને પ્રાકૃતિક ગેસ મંત્રાલયે ભારતમાં ઇંધણનો વપરાશ ઘટાડવાના હેતુથી PCRA, સક્ષમનું એક મહિનાનું ઇંધણ સંરક્ષણ ઝુંબેશ શરૂ કર્યું હતું. આ ઝુંબેશનો હેતુ એ છે કે, વધતા જતા કાર્બન ફૂટપ્રિન્ટના લીધે થતી આરોગ્ય અને પર્યાવરણીય અસરો વિરુદ્ધ પ્રકાશ પાડવાનો અને ગ્રાહકોને સ્વચ્છ ઇંધણ પર સ્વિચ કરવા માટે સમજાવવાનો છે.

અશ્મિભૂત ઇંધણના ગ્રાહકોમાં જાગૃતિ લાવવાના હેતુથી, પેટ્રોલિયમ
કન્ઝર્વેશન રિસર્ચ એસોસિયેશન (પીસીઆરએ), પેટ્રોલિયમ અને પ્રાકૃતિક ગેસ મંત્રાલયે
એક મહિનાની લાંબી ઝુંબેશ શરૂ કરી હતી, જેમાં વધતા જતા કાર્બન ફૂટપ્રિન્ટના લીધે થતી આરોગ્ય અને પર્યાવરણીય અસરો વિરુદ્ધ પ્રકાશ પાડવામાં આવ્યો હતો. SAKSHAMનો વિચાર ગ્રાહકોને સ્વચ્છ ઇંધણનો ઉપયોગ કરવા માટે સમજાવવાનો અને બુદ્ધિપૂર્વક અશ્મિભૂત ઇંધણનો ઉપયોગ કરવા માટે વર્તનમાં પરિવર્તન લાવવાનો છે.

સાઇક્લોથોન, ખેડૂત વર્કશોપ, ટેકનિકલ સેમિનાર, ચિત્ર સ્પર્ધા વગેરે જેવી વિવિધ ભારતભરની પ્રવૃત્તિઓ દ્વારા આ ઝુંબેશ સ્વચ્છ ઇંધણના ઉપયોગોના ફાયદા વિશે લોકોમાં જાગૃતિ ફેલાવશે. આ ઝુંબેશમાં 7 કી ડ્રાઈવર્સ વિશે જાગૃતિ ફેલાવવામાં આવશે, જે સામૂહિક રીતે ભારતને ક્લીનર એનર્જી તરફ આગળ વધવામાં મદદ કરશે.

કી ડ્રાઈવર્સમાં ગેસ-આધારિત અર્થતંત્ર તરફ આગળ વધવું, અશ્મિભૂત ઇંધણનો સ્વચ્છ ઉપયોગ, બાયો-ઇંધણને ચલાવવા માટે સ્થાનિક સ્રોતો પર વધુ ભરોસો, નિર્ધારિત સમયમર્યાદા સાથે નવીનીકરણીય લક્ષ્યાંકોને હાંસલ કરવા, ગતિશીલતાને ડિકાર્બોનાઇઝ કરવા માટે ઇલેક્ટ્રિક વાહનોનો વધતો ઉપયોગ, હાઇડ્રોજન જેવા સ્વચ્છ ઇંધણનો વધતો ઉપયોગ, અને તમામ ઊર્જા પ્રણાલીઓમાં ડિજિટલ નવીનતાનો સમાવેશ થાય છે.

સક્ષમ ઝુંબેશ વિશે વધુ જાણવા માટે

PCRAને ફૉલો કરો

મોબાઇલ ઍપ્લિકેશન ડાઉનલોડ કરો