હોમ | માયગવ

Accessibility
ઍક્સેસિબિલિટી ટૂલ્સ
કલર એડજસ્ટમેન્ટ
Text Size
Navigation Adjustment

સશસ્ત્ર સેના ધ્વજ દિવસ

બેનર

1949થી, 7મી ડિસેમ્બરને દેશભરમાં સશસ્ત્ર સેના ધ્વજ દિવસ તરીકે ઉજવવામાં આવે છે, જે શહીદો અને વરદી પહેરેલા સૈનિકોનું સન્માન કરે છે કે જેમણે બહાદુરીપૂર્વક યુદ્ધ લડ્યા અને દેશના સન્માનની રક્ષા માટે આપણી સરહદો પર લડવાનું ચાલુ રાખ્યું. સૈનિકો એ કોઈપણ દેશની સૌથી મોટી સંપત્તિ હોય છે. તેઓ રાષ્ટ્રના રક્ષકો છે અને દરેક કિંમતે તેમના નાગરિકોનું રક્ષણ કરે છે. તેમની ફરજો નિભાવવા માટે, સૈનિકોએ તેમના જીવનમાં ઘણી વસ્તુઓનું બલિદાન આપ્યું છે. માતૃભૂમિની સેવામાં પોતાના પ્રાણ ન્યોછાવર કરનારા આ વીર જવાનોનો દેશ સદાય ઋણી છે.

આપણું કર્તવ્ય છે કે શહીદો અને જીવંત વીરો કે જેઓ તેમની ફરજો નિભાવતી વખતે ઘાયલ થયા હતા તેમની પ્રશંસા કરીએ સાથે-સાથે તેમના પરિવારોની પણ આપણે પ્રશંસા કરવી જોઈએ, કારણ કે તેઓ પણ આ બલિદાનનો એક મહત્વપૂર્ણ ભાગ રહ્યા છે. તેમની સંભાળ, સહાય, પુનર્વસન અને તેમને નાણાકીય સહાય પૂરી પાડવા માટે કેન્દ્ર તથા રાજ્ય સ્તરે સરકારી પગલાં ઉપરાંત, આપણા દેશના દરેક નાગરિકની સામૂહિક ફરજ છે કે તે પોતાનું નિરંતર અને સ્વૈચ્છિક યોગદાન આપે. ધ્વજ દિવસ એ યુદ્ધમાં અપંગ થયેલ આપણા સૈનિકો, વીર નારીઓ અને દેશ માટે બલિદાન આપનારા શહીદોના પરિવારોની સંભાળ રાખવાની આપણી પ્રતિબદ્ધતાને આગળ લાવે છે.

ધ્વજ-દિવસ-પ્રતિજ્ઞા
સશસ્ત્ર સેના ધ્વજ દિવસ પ્રતિજ્ઞા
સશસ્ત્ર સેના ધ્વજ દિવસનું કાર્ડ મેળવો
સશસ્ત્ર સેના ધ્વજ દિવસનું કાર્ડ મેળવો

વિડિયોઝ

સશસ્ત્ર સેના ધ્વજ દિવસ પર માનનીય રક્ષા મંત્રી શ્રી રાજનાથ સિંહનો સંદેશ

શ્રી અજય ભટ્ટ, રાજ્ય મંત્રી, રક્ષા મંત્રાલય અને પ્રવાસન મંત્રાલયનો સશસ્ત્ર સેના ધ્વજ દિવસ પર સંદેશ

બોલીવુડ લિજેન્ડ, શ્રી. અમિતાભ બચ્ચન આપણા રાષ્ટ્રના રક્ષકોના કલ્યાણ માટે પોતાનું સમર્થન દર્શાવે છે