હોમ | માયગવ

Accessibility
ઍક્સેસિબિલિટી ટૂલ્સ
કલર એડજસ્ટમેન્ટ
Text Size
Navigation Adjustment

NHRC હ્યુમન રાઇટ્સ ફોટોગ્રાફી સ્પર્ધા 2024

NHRC હ્યુમન રાઇટ્સ ફોટોગ્રાફી સ્પર્ધા 2024
પ્રારંભ તારીખ :
Jun 07, 2024
છેલ્લી તારીખ:
Jul 07, 2024
23:45 PM IST (GMT +5.30 Hrs)

નેશનલ હ્યુમન રાઇટ્સ કમિશન (NHRC)ની સ્થાપના 12 ઓક્ટોબર, 1993ના રોજ માનવ અધિકાર સંરક્ષણ ધારા (PHRA), 1993 હેઠળ માનવાધિકારોને પ્રોત્સાહન આપવા ...

નેશનલ હ્યુમન રાઇટ્સ કમિશન (NHRC)ની સ્થાપના 12 ઓક્ટોબર, 1993નાં રોજ માનવ અધિકાર સંરક્ષણ ધારા (PHRA) 1993 હેઠળ માનવાધિકારોને પ્રોત્સાહન આપવા અને તેનાં સંરક્ષણ માટે એક વૈધાનિક સંસ્થા સ્વરૂપે કરવામાં આવી હતી તેમજ દેશમાં જાગૃતિ ફેલાવવામાં આવી હતી.
આ પંચમાં એક મહિલા સભ્ય સહિત અધ્યક્ષ અને પાંચ સભ્યોનો સમાવેશ થાય છે. તેને કાયદા, તપાસ, સંશોધન, તાલીમ અને વહીવટના પાંચ મુખ્ય વિભાગો દ્વારા તેની કામગીરીમાં ટેકો આપવામાં આવે છે, જેમાં સેક્રેટરી જનરલ અને ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસરની અધ્યક્ષતામાં સચિવાલયના ભાગ રૂપે નિષ્ણાત અધિકારીઓ હોય છે.

NHRC, ભારત, ઑક્ટોબર, 1991માં પેરિસમાં માનવ અધિકારોના સંવર્ધન અને સંરક્ષણ માટે રાષ્ટ્રીય સંસ્થાઓ પર આયોજિત પ્રથમ આંતરરાષ્ટ્રીય કાર્યશાળામાં અપનાવવામાં આવેલી પેરિસ સિદ્ધાંતોને અનુરૂપ છે. આ કાર્યશાળાને સંયુક્ત રાષ્ટ્રની જનરલ એસેમ્બલીએ 20 ડિસેમ્બર, 1993ના તેના રેગ્યુલેશન 48/134 દ્વારા સ્વીકૃતિ આપી હતી.

NHRC એ બંધારણને અનુરૂપ માનવ અધિકારોને પ્રોત્સાહન આપવા અને તેના સંરક્ષણ માટે ભારતની ચિંતાનું મૂર્ત સ્વરૂપ છે.
PHRAની કલમ 2 (1) (d) માનવ અધિકારોને વ્યક્તિનાં જીવન, સ્વતંત્રતા, સમાનતા અને ગૌરવ સાથે સંબંધિત અધિકારો તરીકે વ્યાખ્યાયિત કરે છે, જે બંધારણ દ્વારા બાંહેધરી આપવામાં આવી છે અથવા આંતરરાષ્ટ્રીય કરારમાં સમાવિષ્ટ છે અને ભારતમાં અદાલતો દ્વારા લાગુ કરી શકાય છે.

કમિશનનાં કાર્યો કાયદાની કલમ 12માં જણાવવામાં આવ્યાં છે. સરકારી કર્મચારી દ્વારા આ પ્રકારના ઉલ્લંઘનને અટકાવવામાં બેદરકારીને કારણે માનવાધિકારોના ભંગની ફરિયાદોમાં તપાસ કરવા અને રાહતની ભલામણ કરવા ઉપરાંત આયોગ તેની સલાહો, શિબિરની બેઠકો, સ્થળ તપાસ મુલાકાતો, તાલીમ, ઇન્ટર્નશિપ, વર્કશોપ, સેમિનાર, કોન્ફરન્સ, રિસર્ચ, મીડિયા એન્ગેજમેન્ટ્સ, સોશિયલ મીડિયા, ન્યૂઝલેટર અને પબ્લિકેશન્સ દ્વારા પણ માનવાધિકારો વિશે જાગૃતિ ફેલાવે છે.

તેમાં માનવ અધિકારોને લગતા વિવિધ વિષયોના મુદ્દાઓ પર વિષય નિષ્ણાતો, વરિષ્ઠ અધિકારીઓ અને નાગરિક સમાજના પ્રતિનિધિઓ સહિત સંખ્યાબંધ 'કોર ગ્રૂપ્સ' છે. કમિશન પાસે સ્પેશ્યલ રેપોર્ટિયર્સ અને સ્પેશિયલ મોનિટર્સની ખૂબ જ મજબૂત વ્યવસ્થા પણ છે, જેઓ વિવિધ આશ્રયગૃહો, નિરીક્ષણ ગૃહો, વૃદ્ધાશ્રમો, જેલ, હોસ્પિટલો, શૈક્ષણિક સંસ્થાઓ અને આ પ્રકારની અન્ય જાહેર સુવિધાઓની મુલાકાત લે છે અને જમીન પર માનવાધિકારની સ્થિતિનું મૂલ્યાંકન કરે છે અને સુધારણા માટે જરૂરી ભલામણો કરવા માટે કમિશનને અહેવાલ આપે છે. તે માનવ અધિકારો પરની સંધિઓ અને આંતરરાષ્ટ્રીય સાધનોનો અભ્યાસ કરે છે અને સરકારને તેના અસરકારક અમલીકરણ માટે ભલામણો કરે છે.

NHRC, ભારત એક 'A' દરજ્જો ધરાવે છે અને તે એક્રેડિટેડ NHRI છે, જે નેશનલ હ્યુમન રાઇટ્સ ઇન્સ્ટિટ્યૂશન્સનાં ગ્લોબલ એલાયન્સ ઑફ નેશનલ રાઇટ્સ ઇન્સ્ટિટ્યૂશન્સ, GANHRI અને એશિયા પેસિફિક રિજનમાં NHRIની એશિયા પેસિફિક ફોરમનાં સ્થાપક સભ્ય છે. માનવાધિકારની ચિંતાઓ પર વૈશ્વિક મંચો પર તેના અસરકારક અવાજ માટે પણ તેને માન્યતા આપવામાં આવી છે. તેણે સપ્ટેમ્બર, 2023 માં એશિયા પેસિફિકની રાષ્ટ્રીય માનવ અધિકાર સંસ્થાઓ (NHRIs) અને બિઝનેસ એન્ડ હ્યુમન રાઇટ્સ પર આંતરરાષ્ટ્રીય પરિષદની પરિષદનું આયોજન કર્યું હતું.

કમિશન માનવાધિકારની હિમાયત માટે સામાન્ય રીતે લોકો સાથે પણ જોડાય છે. 2015થી માનવાધિકાર પર તેની વાર્ષિક શોર્ટ ફિલ્મ સ્પર્ધા, લો કોલેજો અને યુનિવર્સિટીઓમાં મૂટ કોર્ટ સ્પર્ધાઓ, પેઇન્ટિંગ, ક્વિઝ અને ડિબેટ સ્પર્ધાઓ આ પ્રકારની કેટલીક મહત્વપૂર્ણ ઘટનાઓ છે. માનવ અધિકારો પરની આ ઓનલાઇન ફોટોગ્રાફી સ્પર્ધા પણ તે દિશામાં એક પ્રયાસ છે.

આયોગને જાગૃતિના હેતુસર માનવાધિકારના વિવિધ પાસાઓ પર પુરસ્કાર વિજેતા ફોટોગ્રાફ્સનો ઉપયોગ કરવાનો અધિકાર હશે. આ આયોગની વેબસાઇટ પર અપલોડ કરવામાં આવશે.

માયગવના સહયોગથી આ પ્રવૃત્તિનું આયોજન કરવામાં આવે છે.

સ્પર્ધા માટેની થીમ્સ નીચે મુજબ છેઃ
બાળ મજૂરી
નિરાધાર વૃદ્ધોના પડકારો
પૃથ્વી પરના જીવનને અસર કરતા પર્યાવરણીય જોખમો
ભારતીય વિવિધતામાં માનવ અધિકારો અને મૂલ્યોની ઉજવણી
લિંગ સમાનતાની ઉજવણી
જીવન અને જીવનધોરણ સુધારતી વિકાસલક્ષી પહેલો
LGBTQI+ જીવન, અધિકારો અને પડકારો
મહિલાઓ (અધિકારો, પડકારો, રાષ્ટ્રના વિકાસમાં તેમનું યોગદાન
ભિખારીઓ
વિકલાંગતા (અધિકારો, પડકારો, સિદ્ધિઓ)

રોકડ ઇનામો આ પ્રમાણે છેઃ
પ્રથમ ઇનામ 15,000/-
બીજું ઇનામ 10,000/-
ત્રીજું ઈનામ 5,000/-
દરેક માટે રૂ. 2,000/- નાં 7 આશ્વાસન ઇનામો

NHRC ઇન્ડિયા સાથે સંબંધિત કોઈ પણ ચિંતા હોય તો કૃપા કરીને મુલાકાત લો https://nhrc.nic.in/

અહીં ક્લિક કરો નિયમો અને શરતો માટે (pdf 160KB)

આ ટાસ્ક હેઠળ સબમીશન
558
કુલ
133
મંજૂર
425
સમીક્ષા હેઠળ
Reset