હોમ | માયગવ

Accessibility
ઍક્સેસિબિલિટી ટૂલ્સ
કલર એડજસ્ટમેન્ટ
Text Size
Navigation Adjustment

રાષ્ટ્રીય પ્રવાસન દિવસ 2022

બેનર

પરિચય

ભારત સરકારનું પ્રવાસન મંત્રાલય આઝાદી કા અમૃત મહોત્સવના નેજા હેઠળ 25મી જાન્યુઆરી 2022ના રોજ રાષ્ટ્રીય પ્રવાસન દિવસની ઉજવણી કરી રહ્યું છે, ભારતની આઝાદીના 75 વર્ષ નિમિત્તે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા 75 સપ્તાહની ભવ્ય ઉજવણી શરૂ કરવામાં આવી હતી. વિશ્વભરમાં, પર્યટન સ્થળો તરીકે પ્રસિદ્ધ એવા ભવ્ય સ્થળોને કારણે ભારત નોંધપાત્ર સ્થાન ધરાવે છે. ભારત પાસે સાંસ્કૃતિક રીતે સમૃદ્ધ વારસો છે જે ઘણા વિદેશી પ્રવાસીઓને આકર્ષે છે. આપણા દેશની વિવિધતાની ઉજવણી કરવા માટે, દર વર્ષે 25મી જાન્યુઆરીએ રાષ્ટ્રીય પ્રવાસન દિવસ ઉજવવામાં આવે છે. આ દિવસ આપણા દેશની સુંદરતાની પ્રશંસા કરવા અને પ્રવાસનના મહત્વ અને ભારતીય અર્થતંત્ર પર તેની અસર વિશે જાગૃતિ ફેલાવવાના હેતુ સાથે ઉજવવામાં આવે છે. આ વર્ષના રાષ્ટ્રીય પ્રવાસન દિવસની થીમ ગ્રામીણ અને સમુદાય-કેન્દ્રિત પ્રવાસન છે.