હોમ | માયગવ

Accessibility
ઍક્સેસિબિલિટી ટૂલ્સ
કલર એડજસ્ટમેન્ટ
Text Size
Navigation Adjustment

એક ભારત શ્રેષ્ઠ ભારત

બેનર

એક-ભારત

સરદાર વલ્લભભાઈ પટેલની 140મી જન્મજયંતિ નિમિત્તે 31 મી ઓક્ટોબર, 2015ના રોજ માનનીય પ્રધાનમંત્રીએ 'એક ભારત શ્રેષ્ઠ ભારત' પહેલની જાહેરાત કરી હતી. આ નવીન પગલાં દ્વારા, વિવિધ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોની સંસ્કૃતિ, પરંપરાઓ અને પ્રથાઓનું જ્ઞાન રાજ્યોની વચ્ચે સમજણ અને જોડાણ વધારશે, જેનાથી ભારતની એકતા અને અખંડિતતા મજબૂત થશે.

એક ભારત, શ્રેષ્ઠ ભારત પહેલના વ્યાપક ઉદ્દેશો નીચે મુજબ છેઃ
ઉજવણી

ઉજવણી

આપણા દેશની વિવિધતામાં એકતા છે અને આપણા દેશની જનતા વચ્ચે પરંપરાગત રીતે પ્રવર્તમાન ભાવનાત્મક સંબંધોને જાળવી રાખવા અને મજબૂત કરવા.

પ્રોત્સાહન આપવું

પ્રોત્સાહન આપવું

તમામ ભારતીય રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોની વચ્ચે એક વર્ષ સુધી આયોજિત જોડાણ તેમજ ગાઢ અને માળખાગત જોડાણ દ્વારા રાષ્ટ્રીય એકતાની ભાવના

શૉકેસ

શૉકેસ

આ બંને રાજ્યોની સમૃદ્ધ વિરાસત અને સંસ્કૃતિ, રિવાજો અને પરંપરાઓ લોકોને ભારતની વિવિધતાને સમજવા અને તેની પ્રશંસા કરવા માટે સક્ષમ બનાવે છે, જેથી સામાન્ય ઓળખની ભાવનાને પ્રોત્સાહન મળે છે.

સ્થાપના

સ્થાપના

લાંબા ગાળાના જોડાણ.

રચના

રચના

એક એવું વાતાવરણ કે જે શ્રેષ્ઠ પદ્ધતિઓ અને અનુભવો વહેંચીને રાજ્યો વચ્ચે શિક્ષણને પ્રોત્સાહન આપે છે.

ભાષા સંગમ

ભાષા સંગમ ઍપ

ભારત સરકારના શિક્ષણ મંત્રાલયે માયગવ ના સહયોગથી આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત ઇન્ડિયન લેન્ગવેજ લર્નિંગ ઍપ ઇનોવેશન ચેલેન્જ મારફતે ભાષા સંગમ નામની મોબાઇલ ઍપ વિકસાવી છે. આ ઍપ નો હેતુ વપરાશકર્તાને વિવિધ ભારતીય ભાષાઓ સાથે પરિચિત કરાવવાનો છે. તેનો ઉદ્દેશ સમગ્ર ભારતમાં લોકોને ભારતના વિવિધ રાજ્યોની વિવિધ ભાષાઓ શીખવા અને તેમની સંસ્કૃતિને જાણવા સક્ષમ બનાવીને એક ભારત શ્રેષ્ઠ ભારતની ભાવનાને પ્રોત્સાહન આપવાનો છે.

આ ઍપ્લિકેશનમાં 22 સત્તાવાર ભારતીય ભાષાઓમાં રોજિંદા ઉપયોગના 100+ વાક્યો છે. વાક્યો વિવિધ વિષયો પર તૈયાર કરવામાં આવ્યા છે, જે લોકોને ભારતની કોઈ પણ સત્તાવાર ભાષામાં મૂળભૂત વાતચીત શીખવે છે. આ વિષયોમાં શુભેચ્છાઓ, મુસાફરી અને ખરીદી માટે મૂળભૂત પ્રશ્નો અને સરળ રીતે તેમના જવાબોથી વૈવિધ્યસભર છે. દરેક પ્રશ્ન પછી, વપરાશકર્તા MCQs દ્વારા તેમજ વૉઇસ સક્ષમ પરીક્ષણ દ્વારા વાક્ય શીખ્યા હોવાનું પરીક્ષણ કરવામાં આવે છે.

એકવાર વપરાશકર્તા બધા મોડ્યુલો શીખી લે છે, ત્યારે તેનું બધા 100+ વાક્યો પર આધારિત પરીક્ષણ કરવામાં આવે છે અને પરીક્ષણ ઉત્તીર્ણ કરવા પર, એક પ્રમાણપત્ર જારી કરવામાં આવે છે. ભાષા સંગમ ભારતના વિવિધ પ્રદેશોમાં અભ્યાસ કરતા અથવા કામ કરતા પ્રવાસીઓ, વિદ્યાર્થીઓ, કામ કરતા વ્યાવસાયિકો અથવા ભાષાના ઉત્સાહીઓ માટે પણ મદદરૂપ છે કારણકે તે વિવિધ ભારતીય ભાષાઓમાં દૈનિક દિનચર્યામાં ઉપયોગમાં લેવાતા વાક્યોને શીખવા માટે સક્ષમ બનાવે છે. ભાષા સંગમ બધાને એક ભારત શ્રેષ્ઠ ભારતની ભાવના વહેંચવા અને આપણા દેશની ભાષાકીય વિવિધતાની ઉજવણી માટે સક્ષમ બનાવે છે.

આ ઍપ Android અને iOS બંને પ્લેટફોર્મ પર ઉપલબ્ધ છે

પ્રતિજ્ઞા

પ્રતિજ્ઞા

કોન્ટેસ્ટ

કોન્ટેસ્ટ

વિડીયો

ભારતીય રેલવે સમગ્ર ભારતના સમુદાયોને તેના નેટવર્ક દ્વારા જોડે છે

સાથે ભારતીય રેલવેની ભાવના જોડાયેલી છે #EkBharatShreshthaBharat