હોમ | માયગવ

Accessibility
ઍક્સેસિબિલિટી ટૂલ્સ
કલર એડજસ્ટમેન્ટ
Text Size
Navigation Adjustment

વર્લ્ડ ફૂડ ઇન્ડિયા

બેનર
સ્થળ અને તારીખ: ભારત મંડપમ, પ્રગતિ મેદાન, નવી દિલ્હી | 19-22 સપ્ટેમ્બર 2024

વર્લ્ડ ફૂડ ઇન્ડિયા 2024

વર્લ્ડ ફૂડ ઇન્ડિયા 2024, 19 થી 22 સપ્ટેમ્બર 2024 મેગા ફૂડ ઇવેન્ટ નીતિના ઘડવૈયાઓ અને નિયમનકારો, વૈશ્વિક રોકાણકારો, બિઝનેસ લીડર્સ અને અગ્રણી વૈશ્વિક અને સ્થાનિક ખાદ્ય કંપનીઓના મુખ્ય એક્ઝિક્યુટિવ્સનું સૌથી મોટું મંડળ બનવાની છે. WFI 2024 વૈશ્વિક ખાદ્ય પરિદ્રશ્ય પર ભારતની સ્થિતિની પુષ્ટિ કરશે, જે આંતરરાષ્ટ્રીય ખાદ્ય ઉદ્યોગમાં મુખ્ય પ્લેયર તરીકેની પોતાની સ્થિતિને મજબૂત કરશે.

વિશે

ભારતને વિશ્વની ફૂડ બાસ્કેટ તરીકે રૂપાંતરિત કરવામાં ફૂડ પ્રોસેસિંગ ક્ષેત્રની સંભવિતતાને ઓળખીને ભારત સરકારના ફૂડ પ્રોસેસિંગ ઉદ્યોગ મંત્રાલયે ફૂડ પ્રોસેસિંગ પેટા સેગમેન્ટમાં રોકાણને ચેનલાઇઝ કરવા પગલાં લીધા છે. તેમાં બેકવર્ડ લિન્કેજ, ફૂડ પ્રોસેસિંગ ઇક્વિપમેન્ટ, પ્રોસેસિંગ સંબંધિત સંશોધન અને વિકાસ, કોલ્ડ ચેઇન સ્ટોરેજ સોલ્યુશન્સ, સ્ટાર્ટ-અપ્સ, લોજિસ્ટિક અને રિટેલ ચેઇન સામેલ છે, જેમાં સંપૂર્ણ ફૂડ પ્રોસેસિંગ વેલ્યુ ચેઇન સામેલ છે.

વિશ્વને સમૃદ્ધ ભારતીય ખાદ્ય સંસ્કૃતિનો પરિચય કરાવવા તેમજ દેશના વિવિધ ફૂડ પ્રોસેસિંગ ક્ષેત્રમાં રોકાણને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ સાથે, ફૂડ પ્રોસેસિંગ ઉદ્યોગ મંત્રાલયે 2017 માં વર્લ્ડ ફૂડ ઇન્ડિયાની પ્રથમ આવૃત્તિ શરૂ કરી હતી. વર્ષ 2023ને આંતરરાષ્ટ્રીય મિલેટ વર્ષ તરીકે ઉજવવા અને ગ્લોબલ ફૂડ પ્રોસેસિંગ ઉદ્યોગને એક મંચ પર લાવવા માટે ફૂડ પ્રોસેસિંગ ઉદ્યોગ મંત્રાલયે વર્ષ 2023માં બીજી આવૃત્તિ વર્લ્ડ ફૂડ ઇન્ડિયાનું આયોજન કર્યું હતું.

વર્લ્ડ ફૂડ ઇન્ડિયા 2024 પ્રવૃત્તિઓ

પ્રવુત્તિઓ
પ્રોસેસ્ડ ફૂડ પર ક્વિઝ
પ્રવુત્તિઓ
ખોરાકનો બગાડ રોકવાનો સંકલ્પ
પ્રવુત્તિઓ
ખાદ્ય ભોજન અથવા વાનગી અથવા રેસીપીનો ઐતિહાસિક વિકાસ - હાસ્યની વાર્તા હરીફાઈ

સોશિયલ મીડિયા