હોમ | માયગવ

Accessibility
ઍક્સેસિબિલિટી ટૂલ્સ
કલર એડજસ્ટમેન્ટ
Text Size
Navigation Adjustment

ગણતંત્ર દિવસ 2021

બેનર

ગણતંત્ર દિવસ 2021

26 જાન્યુઆરીના રોજ ગણતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવે છે. રાજેન્દ્ર પ્રસાદ દ્વારા 21 તોપોની સલામી અને ભારતીય રાષ્ટ્રધ્વજને લહેરાવીને તે દિવસે ભારતીય ગણતંત્રના ઐતિહાસિક જન્મની જાહેરાત કરવામાં આવી હતી. ત્યારબાદ જાન્યુઆરી 26 ને રાષ્ટ્રીય રજા જાહેર કરવામાં આવી હતી અને તેને ભારતના ગણતંત્ર દિવસ તરીકે માન્યતા આપવામાં આવી હતી. ઐતિહાસિક દિવસથી જ 26 જાન્યુઆરીની ઉજવણી દેશભરમાં ઉત્સાહ અને ઉમંગ સાથે કરવામાં આવે છે.

રાજધાની નવી દિલ્હીમાં રાષ્ટ્રપતિ ભવન નજીક રાયસીના હિલથી રાજપથ, ઇન્ડિયા ગેટથી આગળ અને ઐતિહાસિક લાલ કિલ્લા સુધી ભવ્ય પરેડ સાથે ઉજવણી કરવામાં આવે છે. આ કાર્યક્રમની શરૂઆત ભારતના વડાપ્રધાન દ્વારા ઇન્ડિયા ગેટ સ્થિત અમર જવાન જ્યોતિ પર પુષ્પાંજલી અર્પણ કરીને કરવામાં આવે છે, જેમાં દેશ માટે શહીદ થયેલા તમામ જવાનોને યાદ કરવામાં આવે છે. ટૂંક સમયમાં, 21 તોપોની સલામી આપવામાં આવે છે, રાષ્ટ્રપતિ રાષ્ટ્રધ્વજ લહેરાવે છે અને રાષ્ટ્રગીત વગાડવામાં આવે છે. આ ભારતીય સેના, નેવી, એરફોર્સ, પોલીસ અને અર્ધલશ્કરી દળો દ્વારા ભવ્ય પરેડની શ્રેણીની શરૂઆત છે. ભારતના તમામ રાજ્યો સુંદર ટેબ્લો બનાવીને પોતાની સંસ્કૃતિ, વિશિષ્ટતાનું પ્રદર્શન કરે છે.

માયગવ આપણા 71મા પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરવા માટે વિવિધ ઓનલાઇન પ્રવૃત્તિઓનું આયોજન કરી રહી છે

ચાલી રહેલ પ્રવૃત્તિઓ

પેટ્રીયોટિક ક્વિઝ

પેટ્રીયોટિક ક્વિઝ

નિબંધ અને પેટ્રીયોટિક કવિતા લેખન સ્પર્ધા

નિબંધ અને પેટ્રીયોટિક કવિતા લેખન સ્પર્ધા

1971 - બાંગ્લાદેશ મુક્તિ સંગ્રામ ક્વિઝ

1971 - બાંગ્લાદેશ મુક્તિ સંગ્રામ ક્વિઝ

શોર્ટ ફિલ્મ કોન્ટેસ્ટ

શોર્ટ ફિલ્મ કોન્ટેસ્ટ